સવારના ચાર વાગ્યા હતા. સ્થળ હતું મુંબઈ વડોદરા હાઇવે. વહેલી સવારના સમય છતાં હાઇવે પર ટ્રાફિક પુષ્કળ હતો.આમપણ, ભારદારી વાહનો માટે શું દિવસ કે શું રાત!જોકે અત્યારે પ્રાઇવેટ વાહનો હાઇવે પર ખાસ દેખાતા ન હતા. અપવાદરૂપે એક ઓડી કાર ચીલઝડપથી હાઇવે પર આગળ વધી રહી હતી. ઓડીની ડ્રાઇવિંગ સીટ પર એક યુવાન બેઠો હતો. કારને ખતરનાક ઝડપથી ચલાવી રહેલા યુવાનના ચેહરા પર અત્યારે ગહન એકાગ્રતાના ભાવ હતા. આ હતો રોહન પંડ્યા! "ઇન્ડિયન ટ્રેડ" મેગેઝિનએ એને ૨૦૧૯ ના ઇમેરજીંગ બિઝનેસમેન ઓફ ધ યરના એવોર્ડ થી સમ્માનિત કર્યો હતો. જોકે એવોર્ડ સ્વીકારતી વખતે તેનો પ્રતિભાવ રસપ્રદ હતો. "તમે આ એવોર્ડ થોડો વહેલો