રાજકારણની રાણી - ૭

(59)
  • 6.9k
  • 2
  • 4k

રાજકારણની રાણી ૭ - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૭ રવિનાની ધારાસભ્ય પદની ટિકિટની વાત સાંભળી જતિનનું મગજ ચકરાઇ ગયું. જે રવિના 'ભારત લોકસમર્થન સંવાદ પાર્ટી' (બી.એલ.એસ.પી.)ની એક સામાન્ય કાર્યકર હતી એને નગરપાલિકાનું સભ્યપદ અપાવ્યું અને પ્રમુખ પદ પર બિરાજમાન કરી દીધી એ જાણે-અજાણે પોતાનું પદ છીનવવાની વાત કરી રહી હતી. પોતે ચાહ્યું હોત તો નગરપાલિકાનું પ્રમુખપદ કે ઉપપ્રમુખપદ મેળવી લીધું હોત. પણ જતિનને આવા નાના પદનો મોહ ન હતો. તે કૂવામાંના દેડકાની જેમ શહેર સુધી તેની રાજકીય કારકિર્દી મર્યાદિત રાખવા માગતો ન હતો. તેનું સપનું મોટું હતું. રવિના તેના સપનાની રાણી હતી અને તેની ઇચ્છા પૂરી