પ્રતિશોધ પ્રથમ અંક - 18

(200)
  • 5.6k
  • 11
  • 3.4k

પ્રતિશોધ પ્રથમ અંક ભાગ:18 મે 2002, અબુના, કેરળ ઈલ્યુમીનાટી સંસ્થાનાં લોકો જ અબુનામાં આવેલી વિપદાઓ પાછળ જવાબદાર છે એ વાત જાણી લીધાં બાદ શંકરનાથ પંડિત અને સૂર્યા હેનરીનાં ઘરે પાછાં આવી ગયાં. જમવાનો વખત થઈ ગયો હોવાથી હેનરીની પત્ની કૅથરીનનાં કહેવાથી પંડિત અને સૂર્યાને હાથ-પગ ધોઈને ભોજન ગ્રહણ કરી લીધું. જમતાં-જમતાં કૅથરીને જણાવ્યું કે આજે ગામમાં થયેલાં તીડનાં ભયંકર આક્રમણ પછી ગામનાં બધાં લોકોએ આગળ શું પગલાં ભરવા જોઈએ? એ માટે એક ગ્રામસભાનું આયોજન કર્યું છે. હેનરી એ સભામાં ગયો હોવાથી રાતે ક્યારે આવશે એનું કોઈ ઠેકાણું નથી એવું કૅથરીને કહ્યું. અબુનામાં આવી પડેલી આ વિપદાઓએ હેનરીની માફક કૅથરીનને પણ