વાત એક ગોઝારી રાતની - 1

(47)
  • 6.5k
  • 5
  • 2.4k

બારે મેઘ ખાંગા થઈ ગયા. અલી ક્યારેય એવો નીચો થઇ રહ્યો હતો. વારંવાર એ મુશળધાર વરસતા આભલાને જોઈને નિસાસા નાખી દેતો. કડાકા લેતી વીજળી ચારે તરફ આકાશમાં લાંબા શેરડા પાડી જમીન સુધી લંબાઈ જતી હતી. વરસાદની સાથે પવન જાણે કે તોફાની બની ગયેલો. બહાર જઈને ઉભા રહી શકાય એમ જ નહોતું. વરસાદની હેલી લઇ આવેલો પવન એક ક્ષણમાં ઉપાડી લઈ જાય એમ હતો.પરા વિસ્તારમાં આવેલું એક નાનકડું બાબસર ગામ.. હાઈવેને જોડતો રસ્તો લગભગ બે કિલોમીટર દૂર ત્યાં સુધી એક કાચી સડક લંબાઈ હતી.આજુબાજુ દસ કિલો મીટરના અંતર પર બે મોટા શહેરો આવેલા. આમ પણ ગામ એકબાજુ તળાવ અને બીજી બાજુ મોટા 'ડેમ'થી ઘેરાયેલું