સવાર થવા લાગી હતી. સુરજ દાદા આકાશ માં આવી ચુક્યા હતા. માનસી રૂમના કોરિડોર માં ઉભી ઉભી સૂર્યોદય નિહાળી રહી હતી. સાથે સાથે પોતે વેદ સાથે વિતાવેલ સમય વિશે વિચારતિ હોવાથી તેના મુખ પર નાનું એવું સ્મિત રમતું હતું. થોડી વારમાં નીચેથી અવાજ આવ્યો. "માનસી" માનસી હોલ તરફ જાય છે. અને જોવે છે મયુર આવી ગયો હોઈ છે. "માનસી" એટલું બોલતાની સાથે જ મયુર માનસીને ભેટી પડે છે. તું તો સાવ મને ભૂલી જ ગઈ. તને મારી યાદ નાં આવી એક પણ વાર ફોન નાં કર્યો....... નઈ