એક અનોખી વિદાય..

  • 3k
  • 1
  • 744

શરણાઈઓનાં મધુર સુરથી વાતાવરણ સંગીતમય બન્યું છે. ઢોલના ધમકારે બધાંનાં હૈયામાં હરખની સરવાણી ફૂટી છે. ફૂલો અને આસોપાલવનાં તોરણો માંડવે જુલી રહ્યા છે. "સ્વાગત" બંગલો આખો મહેમાનો અને કુટુંબીજનોથી સુશોભિત થઇ ગયો છે જાણે. એમાં સંભળાય છે એક મધુરો ટહુકો.. અરે હમણાં જાન આવી જશે અહીં ગેટ પાસે અત્તરદાની લઈને ઉભા રહી જાઓ.. જાનનો આવાનો આખો રસ્તો ફૂલોથી ભરી દેવાનો હતો હજી થોડી જગ્યા દેખાય છે જુઓ તો.."સ્વાગત"માં જાનૈયાઓનું ભવ્ય સ્વાગત થવું જોઈએ કહી દઉં છું... સુલોચનાબેન આજે ચાલતા નહોતા જાણે ઉડી રહયા હતાં..!! બધે ફરી ફરીને એમની એકમાત્ર લાડકી દીકરી મિષ્ટીનાં લગ્નમાં ક્યાંય કચાશ નાં રહે એમ સૂચનાઓ આપ્યે