“બાની”- એક શૂટર - 13

(30)
  • 3.7k
  • 3
  • 2k

“બાની”- એક શૂટર ભાગ : ૧૩"એહ હું શું કામ તને બોલાવું એહાન..??" બાનીએ અદબ વાળીને ગુસ્સાથી કહ્યું."ઈવાનનો મેસેજ હતો કે બાની મળવા બોલાવે છે. પ્રેન્ક વિડિઓ શૂટની ચર્ચા કરવા માટે.." એહાને સરળતાથી કહ્યું."યા. મને પણ એ જ મેસેજ હતો કે એહાન મળવા માંગે છે. બાની અને જાસ્મીન સાથે પ્રેન્ક વિડિઓ શૂટની ચર્ચા કરવા માટે.." બાનીએ કહ્યું. જાસ્મીન ચૂપચાપ ઊભી હતી.ત્રણે જણ ચૂપચાપ ગુસ્સામાં ઊભા હતા. "ઓહ તો આ ઈવાન મહાશયનું કામ છે. હું જાણી ગઈ. એને શા માટે આવું કર્યું. એકદમ લસ્ટ છે સાચે..!!" બાનીએ કહ્યું ત્યાં જ ઈવાન સામે આવતો દેખાયો."ઈવાન..####.!! તારી પાસે સમય છે. મારી પાસે સમય છે. પણ #### આ જાસ્મીન અને એહાનનો ટાઈમ