Hostel Boyz - 11

  • 2.5k
  • 884

પ્રસંગ 13 : હારીજ અને સાવરકુંડલાના જાસૂસ હારીજ અને સાવરકુંડલાના વિદ્યાર્થીઓ 9th ધોરણમાં ભણતા હતા. હારીજની સાથે તેના પપ્પા પણ રહેતા હતા અને તેઓ નેટવર્ક માર્કેટિંગનું કામ કરતા હતા. તેઓ એક-બે વખત અમને કંપનીની મિટિંગમાં લઇ ગયા હતા પરંતુ અમને નેટવર્ક માર્કેટિંગમાં કોઈ સમજણ પડતી નહોતી એટલે અમે તેના પર વધુ ધ્યાન આપતા ન હતા. હા, પ્રિતલાને તે કામમાં મજા આવતી હોવાથી તે નેટવર્ક માર્કેટિંગ કંપનીનું કામ કરતો હતો. તેને લીધે અમારે પણ ક્યારેક-ક્યારેક તેની કંપનીની પ્રોડક્ટ ખરીદવી પડતી હતી. પ્રિતલાને લીધે અમે અમારા સગાવહાલાને પણ પ્રોડક્ટ ખરીદવાનો આગ્રહ કરતા પરંતુ આ બિઝનેસ વધારે ચાલ્યો ન હતો પછી પ્રિતલાએ પણ