અમદાવાદ માં સિવિલ હોસ્પિટલમાં વીસ વર્ષ ડોકટર ની ફરજ બજાવી હતી. હવે તે કોઈ શાંત જગ્યાએ રહીને ઘનશ્યામભાઇ લોકો ની સેવા કરવા માગતા હતા. ત્યારે તેમનું વતન યાદ આવ્યું એટલે તે એકલા વતન તરફ નીકળી પડ્યા. તેમનું ગામ નાનું હતું હવે તે રહેવા મટે એક મકાન શોધી રહ્યા હતા, અસલ માં તેમને ગામ છોડ્યું ને ચાલીસ વર્ષ થઈ ગયા હતા એટલે તેમનું મકાન સાવ પડી ગયું હતું. પણ ગામ ના મોટી ઉંમર ના વ્યક્તિઓ હજુ તેમને ઓળખતા હતા. ગામના પાદરે બેઠેલા મોટી ઉંમર ના વૃદ્ધો ઘનશ્યામભાઇ ને જોઈ ને તેનું સ્વાગત કરવા લાગ્યા. ઘનશ્યામાઈ બધાને રામ રામ કર્યા ને પછી