અંજલિ આતુરતા પૂર્વક મેઘનાની વાત સાંભળી રહી હતી. વીરા મરક મરક હસી રહી હતી. મેઘનાએ આગળ કહેવાનું શરૂ કર્યું. "અમે અમારા બેગ્સ લઈને અહી આવ્યાં ત્યારે મારા ભાઈ અનુજે દરવાજો ખોલ્યો. તેને અહી જોઈને હું જાતે શોક થઈ ગઈ. અનુજ પણ મને જોઈને શોક થઈ ગયો હતો. અમને શું કહેવું તે સમજાતું નહોતું એટલે હું કે અનુજ પણ બોલ્યા નહીં.”“ઘરમાં દાખલ થયા એટલે વીરા રાજવર્ધનને પગે લાગી પણ મને જોઈને એ થોડી મૂજાઈ ગઈ. એટલે રાજવર્ધને તેને મારો પરિચય આપતાં કહ્યું કે હું તેની ગર્લફ્રેન્ડ છું. પછી આગળની વાત મે પૂરી કરતાં કહ્યું મારું નામ મેઘના છે. આ સાંભળીને વીરા