સ્વીકૃતિ

  • 2.8k
  • 616

મુંબઈ નગરીમાં કોઈ આંબો મોરે તો એની મંજરી નેં રામ રામ કેહજો! એનાં મીઠાં ઓવારણાં લેજો.મકરંદ દવેની પંકિત મન માં ગણગણતી અને આંખો થીં પ્રકૃતિના ખોળો છોડી યંત્રવત્ દુનિયા નાં રોબોટ ની માફક સમય નેં હરાવવાની હોડ માં ભાગતા માણસો ને રસ્તા પર જોતી સંજના પોતે વિચારી રહી હતી. નાના ટેકરા‌ અને ડુંગરા ‌ની કુદરતી કોર બાંધી,ફરતે વહેતાં ઝરણાં અને નદી ની રંગોળી, પાદરે ‌દેવળ અને ઉઠતા વેંત ‌આખા ગામને એનાં ધજા ના દશૅન થાય એમ એમાં પરિવાર સાથે બિરાજતા શિવ શંકર ભગવાન,