ટીચર - સ્ટુડન્ટ્સની ખાટી મીઠી કેમિસ્ટ્રી - 20

  • 3k
  • 1.3k

વકૃત્વ સ્પર્ધાનું પરિણામ આવી ચુક્યું હતું. આ સ્પર્ધાની વિજેતા ધારા હતી. શિક્ષણ દિવસ પૂર્ણ થયો હતો. બધા લોકોએ આ દિવસને સરસ રીતે ઉજવ્યો હતો. નવા સત્રની શરૂઆત થઇ ચૂકી હતી. નવું સત્ર ચાલી રહ્યું હતું, બધા લોકો વ્યવસ્થિત રીતે ભણી રહ્યા હતા. અઠવાડિક પરીક્ષાઓ પણ રેગ્યુલર આપી રહ્યા હતા. ધારા, કિશન, અક્ષર અને દેવાંશી આ ચારની મિત્રતા ટોચના સ્થાને હતી, આ ચારેય લોકો જ્યાં પણ જાય ત્યાં સાથે જ હોય. હવે દેવાંશીને કોઈ જ ટેન્શન નહોતું. બસ, ક્યારેક પપ્પાની યાદ આવી જતી. એસ.વી.પી. એકેડમીમાં ઘણા બદલાવ આવ્યા હતા, આ બદલાવ લાવવા પાછળના કારણો વિદ્યાર્થીઓનો વિકાસ હતો,