Chapter-5 બસે જેવુ નહેરુનગર બસ સ્ટેશન છોડ્યું મેં રિદ્ધિને વ્હોટસપમાં મેસેજ કરી દીધો “Hi, આઇ એમ મિસિંગ યુ” તરતજ એનો રિપ્લાઇ આવ્યો, “બસ આટલી વારમાજ J હજી તો તારે ઘણી રાહ જોવાની છે.” મે એક કલાક સુધી તેની સાથે વ્હોટસપમાં ચેટ કરી છતાં પણ મન ફોન મૂકવા માનતું ના હતું. “આવતી કાલ માટે પણ કઈ બચાવીને રાખવું છે કે નય, 1 વાગ્યો છે સૂઈ જા!” રિદ્ધિનો મેસેજ આવ્યો. “તારા વિચારોમાં નીંદર નથી આવતી J” મેં સામો મેસેજ કર્યો, તેણે વાચી લીધેલના બે ગ્રીન લિટા તો આવ્યા પણ કોય રિપ્લાઇ ના આવ્યો. હું અંધારામાં પલંગમાં આડા પડખે એના રિપ્લાઇની રાહ જોતો