લોકડાઉનનો પ્રેમ ( પાર્ટ ફોર )(3 મહિના પહેલા....)સલોનીની મમ્મી:- સલોની દીકરી ચાલ હવે ઉઠી જા.... કેટલું સુવે છે.... ચાલ હવે ઉઠીજા અને તૈયાર થઈને ચા પી લે. પણ સલોની ક્યાં ઉઠવાની હતી...એને તો રોજની જેમ સપનામાં સમીર જોડે વાતો કરવી હતી, એ આજે પણ સપનામાં... નદી કિનારે ઘાસના એક ખુલ્લા મેદાનમાં જ્યાં વહેતા પાણીની મધુર ઘ્વની સાંભળાતી હતી ત્યાં... એકબીજાનો હાથ પકડી આકાશ તરફ જોતા સુઈને વાતો કરતા હતાં.મમ્મી:- ચાલ હવે ઉઠ....કેટલું સુવે છે... શું જોઈ છે તું સપનામાં.. કે આવી નિંદર કાઢતી હોય છે.સલોની:- શું મમ્મી....