તમે વ્હાલ નો દરિયો અમે તરસ્યા વાલીડા,આ શોંગ સાથે મારી કાર નીકળી ગઇ હતી મંઢોળ,કાજલ ના મમ્મી પપ્પાને લેવા માટે,હું અતી આનંદ માં હતો કે કાજલ ને ઇન્સાફ મડિ જશે અને એના મમ્મી પપ્પાને દુઃખ થશે પણ એને આ વાત નો કોઇ દિવસ અફસોસ નહિં રહે હું કાંઇ કાજલ માટે નો કરી શક્યો,પરંતુ અમે બધા એ ભેગા થઇને કાજલ ને ઇન્સાફ આપવાં માટે આગળ આવી ગયા હતા, તો એક બાજું ચાર્લી અમદાવાદ એરપોર્ટ પર પેલા મોહિત ની રાહ જોતો હતો,એ આવે એટલે સીધો એને કસ્ટડી માં લઈ ને તપાસ ચાલું કરીએ,અને ચાર્લી ઓફ ડ્રેસ માં ત્યાં મોહિત ને લેવો ગયો