ઘણીવાર સુધી એમનું એમ પડ્યું રહ્યો પછી વિજયના કપાળે પરસેવો વળે છે. એકબાજુ જાણતો હતો એ રસોડામાં કોણે ધમાચકડી મચાવી રહ્યું છે. તેને એ વિશે વધુ કશું જ જાણવું ન હતું. "નિરાશામાં પડ્યો રહ્યો."તેને પોતાના મા-બાપ પર ગુસ્સો આવવા લાગ્યો પપ્પા એવું કશુંક તે બોલવા માગતો હતો પણ પેલી અદૃશ્ય તાકાત બોલવા જ દેતી ન હતી, અને ઊલટાનું તેના મા-બાપ આરામથી ઊંઘ લઈ રહ્યા હતા. કોઈને કશી ચિંતા જ ન હતી.વાક પૂરેપૂરો વિજયનો જ હતો તેણે કોઇને કશું કહ્યું ન હતું. જો તેણે કશુંક પણ તેઓને જણાવ્યું હોત તો તેનો ઈલાજ તેના મા-બાપ કરત.....કદાચ કોઈક ને બતાવત પણ વિજયની એ બધું