ટીચર - સ્ટુડન્ટ્સની ખાટી મીઠી કેમિસ્ટ્રી - 19

  • 3.9k
  • 1.6k

એસ.વી.પી. એકેડેમીના વિદ્યાર્થીઓની પરીક્ષાઓ પણ હવે પૂર્ણ થઇ ગઇ હતી. દિવાળી વેકેશન પણ નીકળી ગયું હતું. શિક્ષણ જગત માટે એક મોટો તહેવાર આવી રહ્યો હતો. આ તહેવાર એટલે રાષ્ટ્રીય શિક્ષણ દિવસ. રાષ્ટ્રીય શિક્ષણ દિવસના દિવસે શાળામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, આ આયોજન પૈકી વક્તૃત્વ સ્પર્ધા, વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ નાટક તેમજ શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા મહાનુભાવનું વક્તવ્ય પણ રાખવામાં આવ્યું હતું. આ તહેવારના એક અઠવાડિયા પહેલા જ તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી, નાટકનાં રિહર્સલ થી માંડીને ઓડિટોરિયમમાં બધા સામે પોતાનું વક્તવ્ય આપવાની તૈયારી વિદ્યાર્થીઓ કરી રહ્યા હતા. એસ.વી.પી એકેડમીમાં રાષ્ટ્રીય શિક્ષણ દિવસ નિમિત્તે દર