હું એક અરીસો છું. અને કહે છે કે અરીસો કદી અસત્ય નથી બોલતો. હું પણ નહિ બોલું. તમે મનુષ્યો ભલે એવો મનમાં ફાંકો રાખો કે બુદ્ધિમતા, લાગણી ફક્ત તેમનામાં હોય છે પણ એ વાત સાચી નથી.જો એ વાત સાચી હોત તો અત્યારે હું આ કેફિયત ના કરી રહ્યો હોત. એક અરીસો પોતાની સમક્ષ જે દૃશ્ય ઉદભવે છે તેને જોતો જ નથી,અનુભવી પણ શકે છે. એટલે જ મને મનહરલાલ પર બહુ દયા આવતી. મનહરલાલ મારો માલિક હતો.રસ્તા પર થી તે મને ખરીદી લાવ્યો હતો એટલે મને તે ખૂબ ગમતો.રોજ ધૂળ અને તાપ સહન કરવાની જગ્યા એ એક ચોખ્ખી જગ્યામાં મને એના