બા, હું રેલમંત્રી બનીશ - અધ્યાય ૬

  • 3.3k
  • 2
  • 1.2k

અધ્યાય ૬ વાતો કરતા કરતા અમે હિંચકે જઈ બેઠા. મિનલે સૌને મુખવાસ આપ્યો. આટલી જ ક્ષણોમાં હિરલને જાણે મારી માયા બંધાઈ ગઈ હોય એમ, એ મારા ખોળામાં આવીને બેસી હતી અને અમારી સવાલ-જવાબની રમત ચાલુ હતી. નાના બાળકોની જીજ્ઞાસા નદીના પૂર જેવી હોય છે, જો અંદર ઉતર્યા તો તણાઈ ગયા સમજો. "તમને ખબર કાકા, હું અને મિનલ તમારા ઘરની પાછળ પેલા મોટા-મોટા સિમેન્ટના ભૂંગળા પડયા રહેતા, એમાં બહુ રમતા. રેલવે કોલોનીની આખી બચ્ચા-પાર્ટી હોય તો સંતાકૂકડી કાં તો દોડપકડ અને જો અમે બેઉ એકલા જ હોઈએ તો ઘર-ઘર." અર્જુને મિનલ સામે આંખ મિચકારીને કહયુ. "થોડી શરમ કર, શરમ, વડીલ બેઠા