યોગ-વિયોગ - 20

(326)
  • 25.9k
  • 17
  • 16.1k

યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ -૨૦ વૈભવીએ જમીન પર પડ્યાં પડ્યાં દાંત પીસીને અભયને ગાળ આપી, ‘‘સાલો બાયલો... બૈરી પર હાથ ઉપાડે છે...હજી તો બાપ ઘરમાં નથી આવ્યો અને એનાં લક્ષણો આવી ગયાં ?’’ તે જ વખતે વસુમા રસોડામાંથી બહાર આવ્યાં... આખેઆખું ડાઇનિંગ ટેબલ ધરતી ફાડીને શ્રીજી વિલાની જમીનમાં ઊતરી જાય તો સારું એવું લગભગ બધાના મનમાં થયું. ‘‘બેટા વૈભવી, આ ઘરમાં આ ભાષા છેલ્લાં પચીસ વર્ષમાં વપરાઈ નથી, ન વપરાય એવો મેં પ્રયાસ કર્યો છે... આજે જ્યારે તમારા સસરા પચીસ વર્ષે પાછા ફરે છે ત્યારે આટલાં વર્ષો દરમિયાન મેં શું કર્યું એનો હિસાબ આ રીતે ન આપો તો સારું