જોય ...

(28)
  • 3.2k
  • 1.1k

અરે જોય બેટા નાકેથી જરા અડધો લિટર દૂધ લઈ આવ ને,ઓટલા પર બેઠા બેઠા કાંતા કાકી બોલ્યા. એકેય સેકંડ ના વિલંબ વગર જોય હાજર અને બોલ્યો કાકી અબઘડી લઈ આવું.મુંબઈ શબ્દ આવે એટલે સપના ની નગરી, નજર સામે ગગનચુંબી ઈમારતો,સમુદ્ર કિનારા,મોટા મોટા રસ્તા,શોપીંગ મોલ્સ આવે.પણ આ હાઈરાઈઝ બિલ્ડીંગ માં બધા પોતપોતાના ઘર માં કેદ હોય, ઘણીવખત તો એકજ બિલ્ડીંગ માં રહેતા હોય પણ સામે મળે તો હાય હેલ્લો નો વ્યવહાર પણ નહીં.આની સાથે સાથે મુંબઈ નું બીજુ પાસુ પણ છે, જીવન પળે પળે ધબકતું હોય એવી મુંબઈ ની ચાલ સીસ્ટમ છે, જેમ અમદાવાદ માં પોળ કલ્ચર છે એમ મુંબઈ માં ચાલ