વહુએ વગોવ્યા મોટા ખોરડા - 3

(30)
  • 12.1k
  • 2
  • 3.8k

જેમ ગાયોના ધણમાંથી કોઈ એક ગાય વિખૂટી પડી જાય એમ દેવલ પણ આજે એકલી-અટૂલી હતી. સાવ નિઃસહાય થયેલી આ છોકરી ગુસ્સામા લાલ-પીળી થઈ ગઇ હતી. એનું શરીર આખું અંગારાની માફક ધખવા લાગ્યું હતું. કાશીબાના શબ્દો એના મગજમા ખીલાની જેમ ખૂંચતા હતા. સમશેરસિંઘના કાન પણ આ બધું સાંભળવા તૈયાર નહોતા પણ પંડની માંને શુ કહી શકે!. આ બધું સાંભળી ગામની બાઈઓ પણ મોઢામાં આંગળા નાખી ગઈ હતી. એમાં પણ જે નવી વહુઓ હતી, એ પોતાની સાસુને લઈને ભગવાનનો આભાર માનતી હતી. જેમ ઝાડની ડાળી પર પડતા કુહાડાનો ઘા તેના લીલા પાંદડાની ચિંતા નથી કરતો, તેમ