મૂછાળા ની મનોવ્યથા - 2

(13)
  • 2.3k
  • 982

આગળ આપણે વાંચ્યું કે છોકરાઓ ને પણ પોતાની અલગ વ્યથા હોય છે જેના તરફ કદાચ આપણુ ધ્યાન ગયુ જ નથી, બસ આજ વિષય માં થોડુ વધુ ---@@@@--------------------------------------------આઠમા ધોરણ નો એ પહેલો દિવસ કદાચ મારી જીંદગી નો પહેલો એવો દિવસ જે ક્યારેય નહિ ભુલાય !હું અને મારો એક મિત્ર સ્કૂલે વહેલા પંહોચી ગયા અને પહેલી પાટલી પર બેેેગ રાખી અન્ય મિત્રો સાથે વાત કરતાં હતા ત્યાં સાધારણ દેખાવની બે છોકરીઓ ક્લાસ મા દાખલ થઈ અને અમારી બેગ પાછળ રાખી ત્યાજ બેસી ગઈ .આ જોઇ મને ખૂબ ગુસ્સો આવ્યો અને હું તેમની સામે જઇ કમર પર હાથ રાાખીને ઉભો રહ્યો. શું છે?