ક્લિનચીટ - 22 - છેલ્લો ભાગ

(63)
  • 4k
  • 3
  • 1.8k

અંતિમ પ્રકરણ – બાવીસમું-૨૨ સ્વાતિ એકદમ સ્વસ્થ હતી. સૌ ના ચહેરાના હાવભાવ જોઇને સ્વાતિને ખ્યાલ આવી ગયો કે હવે સસ્પેન્સની ચરમસીમા આવી ગઈ છે એટલે ઊંડો શ્વાસ ભરીને બોલી...‘હું આવતીકાલે ઓસ્ટ્રેલીયા જઈ રહી છું.’ ‘ફોર સેટલ ફોરએવેર. અને આ કોઈ જોક નથી. આઈ એમ ટોટલી સીરીયસ.’ પીનડ્રોપ સાઇલેન્ટની વચ્ચે થોડી ક્ષણો માટે સૌ જે સ્થિતિમાં હતા એમ ને એમ જ સ્ટેચ્યુ થઇ ગયા. કોઈ સપનામાં પણ ન વિચારી શકે એવા સ્વાતિના સ્ફોટક નિવેદન પછી સૌ એકબીજાના ચહેરા પરના પ્રશ્નાર્થચિન્હ અને અનપેક્ષિત પ્રતિભાવોની અંકિત મુદ્રાઓ જોતા જ રહ્યા. પણ, સ્વાતિનું આ વાક્ય સાંભળીને સૌથી જબરદસ્ત ધક્કો અદિતીને વાગ્યો. તેની વિચારશક્તિ જાણે કે શૂન્ય થઈ