અ કપ ઑફ ટી

  • 3.6k
  • 3
  • 738

ઘણા સમય પછી તમે તમારી બેચના બી.એડ્.તાલીમાર્થીઓનું 'ગેટ ટુ ગેધર' હોવાના કારણે તમારી બી.એડ્.તાલીમ સંસ્થામાં આવ્યાં છો.બધા તાલીમાર્થી તો નથી આવી શકયાં,પણ મોટાભાગના તાલીમાર્થીઓ આવ્યાં છે.સૌ કોઈ આ કૉલેજ છોડ્યા પછી આશરે પંદરેક વર્ષ પછી મળી રહ્યાં હતાં.પંદર વર્ષમાં ધણું બદલાઈ ચુક્યું હતું.કૉલેજના અધ્યાપકો,કૉલેજનો રંગ,કૉલેજના આચાર્ય વગેરે.એક જયંતિનો ચાની કેન્ટીન બદલાઈ નથી.એ ત્યાં ને ત્યાં જ છે.એની બાજુમાં હનુમાનજીની નાની દેરી અને ઓટલો.અલખધણીના ઓટલાની બાજુમાં જ જયંતિની કેન્ટીન એટલે અલખધણીના ઓટલાનો ચા તમે બહુ વખત અહીં પીધી છે,કમલેશ આ જ ચાની કેન્ટીન તમારી અને રાજલનની પ્રથમ મુલાકાતનું કેન્દ્ર આ જયંતિની કેન્ટિન જ તમારી અને રાજલની પ્રથમ મુલાકાતની સાક્ષી છે.અહીં જ