મારી જીવનકથા - જવાહરલાલ નેહરુઅનુવાદક : મહાદેવ દેસાઈપ્રકાશ : નવભારત પ્રકાશન મંદિર, અમદાવાદકિંમત: 500/- સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન અને સ્વાતંત્ર્યસંગ્રામના એક નેતાની આ આત્મકથા છે. નેહરુજીનું નામ અજાણ્યું નથી. વર્તમાન સમયમાં તો નેહરુને ગાળો આપીને કે હીન દર્શાવીને પોતાને દેશભક્ત બતાવવાનો ટ્રેન્ડ ચાલે છે. પરંતુ યાદ રાખવું ઘટે કે અન્યની લીંટી ટુંકી કરીને આપણી લીંટી મોટી હોવાનું કહેવું એ આત્મસંતુષ્ટિથી વિશેષ નથી. નેહરુજી અંગે સોશિયલ મીડિયા અને પાનના ગલ્લે અવિરત પિરસાતા જ્ઞાન કરતા જાતે જ કાગળો ખોલી નેહરુના જીવનમાં ડોકિયું કરવાનો પ્રયાસ કર્યો છે. કોઈ પણ વ્યક્તિ પ્રત્યે ધારણાઓ બાંધવા કરતા જાતે જાણકારી મેળવવી વધુ હિતાવહ છે.