લગ્નપ્રસ્તાવ સન્ડેનો દિવસ હતો, રજા હોવાથી સવારે વહેલું ઉઠવાનું કોઈ ખાસ બહાનું નહોતું, છતાંય મીરાં જલ્દી ઉઠી ગઈ.થોડી અસ્વસ્થ હતી, અકળામણ હતી એના ચહેરા પર જરા શી.શેની હતી એ કડવી જરા મુશ્કેલ હતી.આમતો રોજ ઉઠે એટલે સ્વસ્થ જણાય, પણ આજે એના મનમાં ચાલતી બેચેની એના ચહેરા પર સ્પષ્ટ દેખાતી હતી, શું થયું હશે? કોઈ ખરાબ સપનું તો નહિ જોયું હોય? કે પછી રાતે સ્મિતા સાથે કોઈ વાતમાં અંતશ પડી હશે? કારણ તો ખબર નહીં પણ