સર્જન પહેલા ની સૃષ્ટિ. પ્રિય તમે,આપ કુશળ હશો. હું મઝામાં છું. આપણી વચ્ચે ની તિરાડ ને કારણે એક શહેર માં હોવા છત્તા ટપાલ થી વાત કરવી પડે છે. તમને યાદ આવે છે, આપણું મિલન? કદાચ તમે પણ નહી ભૂલી શક્યા હોય, છત્તા યાદો તાજી કરાવવા તમને તે પ્રસંગ ફરી ને યાદ કરાવું છું. મારા માશી નો દિકરો ચંદન ના લગ્ન માં પ્રથમ મુલાકાત થઈ હતી. તમે ચંદન ના ખાસ મિત્ર અને ચંદન મારો ભાઈ! તે સમયે તો બાપરે તમારી સ્ફૂર્તિ ગજબ ની હતી, લગ્ન ના તમારા ઉછળ કુંદ યાદ કરૂ, તમે આજ ના ઓળખી