છેલ્લા સાક્ષીઓ

  • 3.2k
  • 1.2k

નિવેદન યુદ્ધ હંમેશા મને ડરાવે છે. કમનસીબે માનવતાનો ઈતિહાસ યુધ્ધોથી ખરડાયેલો છે. માણસ લડતો જ રહ્યો છે; પહેલાં નખથી, દાંતથી, પંજાથી, પથ્થરથી, ધનુષ્ય-બાણથી, તલવારથી, ભાલાથી, તોપથી બંદુકથી. હવે માણસે વિકાસ કર્યો છે. આધુનિક શસ્ત્રો બનાવ્યાં છે. વિકસિત માણસે મિસાઈલો બનાવી છે જેનાથી હજારો માઈલ દુરના દુશ્મનો પર પ્રહાર થઇ શકે !!! રાસાયણિક અને અણુશસ્ત્રો વિકસાવ્યા છે. સાંભળ્યું છેકે નજીકના ભવિષ્યમાં રોબોટથી યુધ્ધો લડાશે. વિજ્ઞાને અસાધારણ પ્રગતિ કરી છે. ચંદ્ર પર પગ મૂકી દીધો છે, મંગળ સુધી પહોચી ગયો છે. અવકાશમાં નગરો બનવાના છે. સાથે સાથે અવકાશી યુદ્ધની પણ તૈયારી થઇ રહી છે !!! ભવિષ્યમાં કેવાં અવકાશી યુધ્ધો થશે તેની