કોરોના કથાઓ - 6

  • 2.6k
  • 976

કોરોના કથા 6 - મોર્નિંગ વૉકર'એમ તે ઘાણીના બળદની જેમ ઘરના એકથી બીજા રૂમમાં ફર્યા કરીએ એને વૉક થોડી કહેવાય?' વડીલ એમની 'વડીલાણી' ને કહી રહ્યા હતા.વડીલાણી એટલે કાકી કહે ' આ લોકડાઉનમાં સાત સુધી કરફ્યુ છે. સવારે સાડાછ વાગ્યા છે. એવું હોય તો નાકેથી દુધનાં પાઉચ લેતા આવો. પગ પણ છૂટો થાય. મારે તો આમેય હું ભલી ને મારી આ ચાર દિવાલ ભલી.'' ના ના. તું તારે દૂધ લેવા જા. આખા દિવસમાં એ જ તને બહારની હવા મળે છે. શાકવાળા પણ હમણાં તો સવારે સાડાછ વાગે બેસી ગયા હોય છે. આ તો હું સોસાયટીની બહાર આંટો મારૂં એટલે ખ્યાલ