પ્રતિશોધ પ્રથમ અંક - 15

(199)
  • 6.1k
  • 6
  • 3.5k

પ્રતિશોધ પ્રથમ અંક ભાગ:15 ઓક્ટોબર 2019, માધવપુર, રાજસ્થાન ઈન્સ્પેકટર ગુજરાલ પોતાની મદદ કરશે એવી આશા ઠગારી નિવડતાં સમીરને શોધવા આવેલાં છ લોકોનું દળ મોહનગઢથી માધવપુર જવા રવાના થઈ ગયું. મોહનગઢથી માધવપુર વચ્ચેનો રસ્તો એટલી બિસ્માર હાલતમાં હતો કે માંડ અડધું અંતર કાપ્યું હશે ત્યાં તો એ લોકોની કમર દર્દ કરવા લાગી. વધારામાં તન દઝાવતી રણથી ગરમી એ લોકોની પરેશાનીમાં બમણો વધારો કરી રહી હતી. જ્યારે રાઘવે સ્કોર્પિયોને માધવપુર એક કિમિ. નાં બોર્ડથી રેતાળ કાચા રસ્તે વાળી ત્યારે બધાં એ રસ્તાને જોઈ અચંબિત થઈ ગયાં કે આવાં રસ્તે તો વળી કોઈ શહેર વસેલું હોતું હશે. પણ, જેવાં જ એ લોકો એક