પતિ પત્ની નો સંબંધ કંઇક એવો હોય છે જે ક્યારેય પુરે પુરો સમજી શકાતો નથી. થોડો ખાટો તો થોડો મીઠો, થોડો ગળ્યો તો થોડો કડવો, પણ આ બંને જીવો ને એકબીજા વિના ક્યારેય ના ચાલે, એકબીજા સાથે લડતા ઝગડતા ક્યારેક હાસ્યની છોળો ઉડાડતા બંનેના જીવનયાત્રા રૂપી રથ અવિરત આગળ વધતો રહે છે. એવાજ એક દંપતીની હું અહીં એક વાત રજૂ કરવા જઇ રહી છું. અરે કહું છું સાંભળે છે ક્યાં ગુડાઈ ગઈ છું, ક્યારની બૂમો પાડી રહ્યો છું પણ સાંભળતી જ નથી, ઉમંર ની સાથે સાથે તારા કાન પણ ઘરડા થઇ ગયા લાગે છે,આંખના ચશ્માં સરખા કરતા લાકડીના સહારે ઘર ની