હોય પુરુષ છે ને!

  • 2.9k
  • 988

એ એક વરસાદી સાંજ હતી.એ વરસાદી સાંજે પશુ અને પક્ષીઓ પણ પોતાના માળામાં બેસીને પ્રકૃતિના કંઈક અંશે ભયાનક અને કંઇક અંશે સુંદર એવા આ વાતાવરણને જોઈ રહ્યા હતા.રસ્તા સુમસામ હતા અને એના પર એક જ વસ્તુ ખળ ખળ વહી જતી હતી અને એ હતું પાણી! આવા સમયે પ્રકૃતિ કોઈને ચિત્કાર કરી કરીને બોલાવતી હોય એમ એક માનવદેહની આકૃતિ એ રસ્તા પર દેખાઈ.સૂર્ય જ્યારે ઉગે ત્યારે પહેલા તો તેનું પીળું તેજ જ દેખાય ને પછી આખો સૂર્ય આંખને જોવા મળે છે બસ એમ જ આ માનવ દેહ જેમ જેમ આંખોમાં ઉગતો ગયો તેમ તેમ ખબર પડી કે તે કોઈ અર્ધનગ્ન