શોધ – પુર્નજન્મની ગાથા – પ્રકરણ – ૧૮

(18)
  • 3k
  • 1
  • 1.4k

૧૭૯૯, શ્રીરંગપટમ ‘આપણી ચોતરફ બ્રિટીશ સૈન્ય ગોઠવાઇ ચૂક્યું છે.’, પૂર્ણૈયાએ ટીપુને જણાવ્યું. ટીપુ અને પૂર્ણૈયા ગઢની ચારે તરફનો અભ્યાસ કરી રહ્યા હતા. ટીપુ સાથેની સંધિ બાદ પણ બ્રિટીશરોએ તેની સામે યુદ્ધ છેડ્યું હતું. ટીપુ પણ હાર માને તેમ નહોતું. તેણે વિરોધી પક્ષની શરતોને તાબે થવાનું અસ્વીકાર હતું. ‘હું જાણું છું. પરંતુ તેમને આપણી સુરક્ષા વ્યવ્સ્થા વિષે ખબર કેવી રીતે પડી?’, ટીપુને આંખો સંકોચાઇ. ‘આપણા ગુપ્તચરો તપાસ કરી રહ્યા છે. જે બાબતથી આજ સુધી તમે અને તમારા નીકટજનો જ જાણી શક્યા છે... તે માહિતી બહાર કેવી રીતે નીકળી શકે?’, પૂર્ણૈયાએ ટીપુની વાતને સમર્થન આપતા શંકા વ્યક્ત કરી.