મુખીની હવેલી

(32)
  • 3.4k
  • 1
  • 1k

ગામમાં ઉભેલી ખંડેર સમી સો સાલ જૂની હવેલી એક સમયે વૈભવ અને જાહોજલાલીનું પ્રતીક હતી.આજે ભલે એની આસપાસ ઉકરડો બની ગયો હોય અને ઝાડી-ઝાંખરાઓએ એના પર અડીંગો જમાવી દીધો હોય કે પછી એની દિવાલોમાંથી નિકળેલા પીપળા એને વધુ ભયાવહ બનાવતા હોય પણ એક વખત આજ હવેલી ગામનું મુખ્ય કેન્દ્ર હતી.અહીંથી જ ગામના એ સમયના મુખી ત્રિભોવન પટેલ ગામનું સંચાલન કરતાં.આખો દિવસ હવેલી લોકોની આવ-જાથી જીવંત રહેતી.આજે ભલે એ ભેકાર ભાસે છે. ત્રિભોવન પટેલનો ગામ પર જબરો કડપ હતો.ગામમાં કોઈ એમની ઉપરવટ જઈને નિર્ણય ન લઇ શકતું.ગામના નાના મોટા ઝધડાઓનું સમાધાન આ ત્રિભોવન મુખી જ કરતાં.ગામના સારા-નરસા પ્રસંગોમાં પણ મુખીનું યોગદાન