ટ્રાફિક સિગ્નલ સાંજનો સમય હતો, નૈતિકે ઓફિસેથી કામ નિપટાવીને ઘરે જવાની તૈયારી કરી નાખી, ડેસ્ક બંધ કરી રિપોર્ટ સરની કેબિનમાં મૂકીને ફ્રેશ થઈને એ નીકળ્યો, સાંજના સાતેક વાગ્યા હશે, ઉનાળો હતો તો લાગતું નહોતું એટલો ટાઈમ થઇ ગયો છે, એસી માં રહેતા બંધબારણાંમાં લોકોને ક્યાંય દિવસ પસાર થઇ જાય એનો ખ્યાલના રહે, એની ખબર તો માત્ર ગરમીમાં શેકાતા વ્યક્તિઓ જ જાણી શકે કે ઉનાળાનો શું પ્રકોપ હોય છે!. એમાંય અમદાવાદની ગરમીનો ક્યાસ કાઢવો તો મુશ્કેલ બની જાય