દેવલી - 20

  • 3.3k
  • 5
  • 1.1k

આગળનો ભાગ.... પુરુષોત્તમ આભો બનીને તલપને જોઈ રહ્યો.પુરષોત્તમની સાથે સાથે સુદાનજી પણ હવે સમજી ગયો કે દેવલીએ રોમિલને છોડી તલપ પર કેમ પોતાના પ્રેમ,વિશ્વાસ અને જન્મો-જનમના સાથનો કળશ ઢોળ્યો હશે.યુવાની ખીલી હોય તેવું તેના દેહ પરથી બંધ આંખે પણ જોઈ શકાય એવું રૂપ હતું.પરંતુ ચહેરા પર છવાયેલી ઉદાસીની રેખાઓ જાણે કોઈ મરણોતર ઘા થઈને વેદના છલકે એવી રીતે ઉંમરને દેખાડી રહી હતી.જાણે સઘળું લૂંટાવીને અફાટ રણમાં એકલુંજ મૃગજળની ઓથે જીવતું થડથી ખીલેલું ને પાંદડાથી મૂરઝાયેલો છોડ જોઈ લો ! રતુંબડા ચહેરા પર લાલીમાની કાળાશ એવી છવાઈ ગઈ હતી કે જાણે, ઘડી પહેલાં જ તેનું કોઈ અંગત ચાલી ગયું હોય.એવી