વિપ્રની વિદેશયાત્રા - નેપાળ પ્રવાસ - ૯

  • 4.6k
  • 1.5k

બૌદ્ધનાથ સ્તૂપ ~~~ પોખરાથી પાછા ફર્યા પછી નેપાળ પ્રવાસના આખરી ઓપમાં હવે બાકીની ખુબ જ જાણીતી જગ્યાઓની મુલાકાત લેવાની હતી નેપાળ પ્રવાસની શરૂઆતે સ્વયંભુનાથ મંદિરની અને સ્વયંભુનાથ ગાર્ડનની મુલાકાત લઈ લીધી હતી. આજે શહેરના ઉત્તરપૂર્વ ભાગમાં શહેરથી ૧૨ KM દૂર આવેલા બૌદ્ધનાથ સ્તૂપની મુલાકાતે અમારી રથયાત્રા નીકળી. રહેણાંક વિસ્તારોની અને ધંધાકીય બજારોની વચ્ચે હોવાથી ગાડીના પાર્કિંગના પ્રોબ્લેમ હતા એટલે અમારા સારથીએ ગાડી દોઢ - બે KM દૂર એક રહેણાંક વિસ્તાર નજીકની નાનકડા મેદાન જેવી જગ્યામાં રોકી લીધી અમે ત્યાંથી ચાલીને બૌદ્ધનાથ સ્તૂપના આગમન દરવાજે પહોંચ્યા અહીં SAARC દેશોના પ્રવાસીઓ માટે રૂ.૧૦૦ પ્રવેશ ફી છે જ્યારે ચીન