ખેડુ પુત્ર

(23)
  • 4.4k
  • 1
  • 1.4k

શ્રાવણ માસની સવાર હતી.બે દિવસ પછી આજે સુરજદાદાએ દેખા દીધી હતી.મગનલાલ પટેલ સવારમાં વહેલા ઊઠી મહાદેવના દર્શન કરી તરત જ ખેતર આંટો મારવા પહોંચી ગયા હતા.ખેતર પહોચી એક નજર ખેતર પર કરી પછી એમના હૈયાને ટાઢક વળી.ખેતરમાં જુવાર પવનની લહેર સાથે લહેરાઈ રહી હતી.અને સવારમાં સૂરજના પડતા સોનેરી કિરણોને લીધે દ્રશ્ય વધારે જ મનમોહક બની ગયું હતું.ખેતરમાં લહેરાતા પાક પર એક નજર નાખી મગનલાલ ખુશ થતા મનમાં જ બોલ્યા, " બે દી' પછી આજે જીવને ટાઢક વળી લ્યો.આ ખેતરમાં ઉભેલા મોલને જોઈ લીધો હવે તો બપોરે એય ને રોટલા