એમાં થયુ એવું હતુંકે...એ ડોક્ટર અમને હિંમત આપી, ડૉક્ટરશાહનાં પત્નીની પ્રસુતિનાં ઓપરેશન માટે અહીંથી ગયા તો ખરાં, પરંતું ત્યાં શાહનાં પત્નીની પ્રસુતિનું ઓપરેશન કોઈ મેડીકલ કારણસર ફેલ થતાં, શાહની પત્નીની કુખે જે બાળક જન્મ્યું હતુ તે બાળક મૃત હાલતમા હતુ, તેમજ ડોક્ટરશાહનાં પત્નીની તબિયત પણ બિલકુલ નાજુક થઈ ગઈ હતી. આ ડોક્ટર, વર્ષોથી ડૉક્ટરશાહની સાથે પ્રેક્ટિસ કરતા હોવાથી, તે શાહના જીગરી દોસ્ત પણ હતાં, અને તેથી એ ડૉક્ટર, ડૉક્ટરશાહનાં ફેમીલીથી સારી રીતે પરિચિત પણ હતાં. તેઓ જાણતા હતાં કે ઘણા વર્ષો બાદ ડોક્ટરશાહની પત્નીને સારા દિવસો રહ્યા હતા, અને અત્યારે, અત્યારે આમ અચાનક આવું અસહ્ય પરિણામ જોતા તે ડોક્ટર ખૂબજ દુઃખી થઈ ગયા. ઉપરથી ડોક્ટર શાહના