પ્રેમનું વર્તુળ - ૨

(29)
  • 4.6k
  • 1
  • 2.8k

પ્રકરણ-૨ વૈદેહિનો પરિવારવૈદેહીનો પરિવાર પણ રેવાંશની જેમ જ ચાર જણાનો જ પરિવાર હતો. વૈદેહીના પરિવારમાં પણ એના માતાપિતા અને એનાથી નાનકડી એક બહેન હતી. વૈદેહીનો પરિવાર સમૃદ્ધિથી સંપન્ન, સંતોષી અને સુખી કહી શકાય એવો એનો પરિવાર હતો. હા, અતિ શ્રીમંત તો ન કહી શકાય પરંતુ પૈસાની કમી પણ નહોતી. ઉચ્ચત્તર મધ્યમ વર્ગમાં ગણી શકાય એવો એનો પરિવાર હતો. વૈદેહીના પરિવારમાં એક પ્રેમાળ પિતા રજતકુમાર હતા, જેમને પોતાની દવાની દુકાન હતી. ભણવામાં તેઓ ખુબ હોશિયાર હતા. તેમનું સપનું તો ડોક્ટર બનવાનું જ હતુ, પરંતુ થોડા માર્ક્સ ઓછા આવવાને લીધે એ એમનું સપનું પૂરું ન કરી શકયા. પરંતુ એ હિંમત ન