ભાગ 19 ....એક લાંબી આહ ભરતા સંગીતાએ ફરી કહ્યું.....ઘડીના છઠ્ઠા ભાગમાં મારી સામે આવીને પડ્યો.વેરવિખેર વાળ વાળો,ગુસ્સાથી રાતો પીળો ને કંઈક અલગજ દુનિયામાં આવી ગયો હોય તેવા અચરજભર્યા ભાવ ચહેરા પર ધારણ કરેલો,ચહેરાને ગંભીર રૂપ આપીને અમારા સૌની સામે ઘુરકયો.. આ બધી દુનિયા અને એક પળમાં હોસ્ટેલના ટેરેસથી અહીં ફેંકનાર પળો તેને કલ્પના બહારની સૃષ્ટિ લાગી....અદભુત છતાં અકલ્પનીય ગુફા હતી.અમારા ચહેરાના હાવભાવ પરથીજ કંઇક રંધાતું હોવાની ગંધ તેને આવી ગઈ હતી.તલપ અને દેવલી પર કેટલાય સવાલો કરતી નવાઈ પામીને ગુસ્સાને મનોમન પીતી તેની રોષભરી નજરો ફરે જતી હતી.ક્યારેક ક્યારેક તેના કિંકર્તવ્યમૂઢભર્યાં લોચન અમને પણ સળગાવી મૂકે એવા સવાલો કરે