એક માસુમ બાળકી - 12

(15)
  • 2.3k
  • 1
  • 976

"હા, મારે તને આ વાત પહેલાં જ કહેવી હતી પણ કયારે એવો સમય આવ્યો જ નહીં કે હું તને બધું જણાવી શકું" તે બધી જ વાતો શરૂઆતથી કરવા માગતી હોય તેમ મારી સામે જોઈ રહી. હું તેને હજું તે જ નજરે જોઈ રહી હતી. "શ્રેયા, જે ઘરના દરવાજા તારા માટે બંધ થઈ ગયાં તે ઘરના દરવાજા મારા માટે પણ બંધ થઇ ગયાં.""પણ, કેમ ફરી કંઈ થયું હતું...??" ખબર નહીં પણ કેમ મને તેની વાત સાંભળવાની ઈચ્છા જાગી રહી હતી. "હા. તારા ગયાં પછી તેમને સંજયને છોડાવી લીધો ને મને ફરી તેમની સાથે જવા માટે ફોર્સ કરી રહયા હતા. હું ફરી મારી જિંદગી