પ્રતિશોધ પ્રથમ અંક - 14

(184)
  • 6.8k
  • 6
  • 4.1k

પ્રતિશોધ પ્રથમ અંક ભાગ:14 મે 2002, અબુના, કેરળ મારે અહીં આ સેન્ટ લુઈસ ચર્ચમાં આવે ચાર વર્ષ જેટલો સમય થઈ ગયો. આ પહેલાં હું આ ચર્ચની કોચી ખાતે આવેલી મુખ્ય શાખામાં સહાયક પ્રિસ્ટ તરીકે કાર્યરત હતો. અબુના અને અબુનાની નજીક આવેલાં સાત અન્ય ગામો વચ્ચે આ એકમાત્ર ચર્ચ છે. ફાધર પોલે પોતાની વાત કહેવાની શરૂ કરી, જેને શંકરનાથ પંડિત અને નવ વર્ષનો એમનો પૌત્ર સૂર્યા ધ્યાન દઈને સાંભળી રહ્યાં હતાં. ફાધર પોલ કઈ હિંસાની વાત કરી રહ્યાં હતાં જેનાં લીધે અત્યારે ઈશ્વર દ્વારા નિર્મિત દસ વિપદાઓનો સામનો અબુનાવાસીઓએ કરવો પડી રહ્યો હતો એ જાણવાની આતુરતા દાદા-પૌત્રનાં મુખ પર સાફ વર્તાતી