અંતિમ વળાંક પ્રકરણ ૨૫ “તમે તો ભોળા જ રહ્યા.. બે દિવસ પહેલાં આપણે જ તો ફોનમાં ઈશાનને ત્રણ છોકરીઓના બાયોડેટાની વાત નહોતી કરી ? બની શકે કે ઈશાનની ઈચ્છા નિરાંતે એ છોકરીઓ જોવાની હોય”. લક્ષ્મીએ ચિંતાગ્રસ્ત પતિને સધિયારો આપતા કહ્યું. અમદાવાદ એરપોર્ટ પરથી ટેક્ષી કરીને ઇશાન સીધો ઘરે પહોંચ્યો હતો. રાત્રે જમીને બાળકો તેમના રૂમમાં હોમવર્ક કરવા બેસી ગયા હતા. મોટાભાઈએ ત્રણેય છોકરીઓના બાયોડેટા ઇશાનના હાથમાં આપતા કહ્યું “ઇશાન, આ જોઈ લેજે. તું કહીશ તે રીતે આપણે આગળ વધીશું” “મોટાભાઈ,પ્લીઝ આની મારે કોઈ જરૂર નથી... મને એમ કે ગંગાકિનારે હું ફ્રેશ થઇને પરત આવીશ પણ તેનાથી ઉલટું થયું છે. ત્યાં