સ્વીટ ડ્રીમ

  • 2.3k
  • 370

બનવાકાળ બનતું હોય છે તેમ, જીગલી રૂપાળીને જગ્ગુ જાડીયા સાથે પ્રેમ થયો. તાજો તાજો પ્રેમ. હજુ થોડા દિવસો પહેલાં જ, બંને એકબીજાને એક બસ સ્ટેન્ડ પર મળ્યાં હતાં. જીગલી બસની રાહ જોતી હતી અને જાડીયો એનું બાઈક લઈને ત્યાંથી નીકળ્યો હતો. જીગલીને જાડીયાનું બાઈક અને મોંઘાં કપડાં દેખાયાં હતાં... ‘આવો પૈસાદાર અને ખાતા-પીતા ઘરનો નવરો છોકરો મળે, તો મને બધે ફરવા લઈ જાય...’ એવા વિચારોથી આકર્ષાઈને કદાચ જીગલી જાડીયા પર મોહિત થઈ હતી. એણે જગ્ગુને ઇશારો કરી પાસે બોલાવ્યો. બંનેએ નાનકડી મુલાકાત કરી. જાડીયાને કોઈ છોકરી સામેથી એનો મોબાઈલ નંબર માગે એવી તો કલ્પના જ નહોતી... નંબરની આપ-લે થઈ અને