યોગ-વિયોગ - 16

(308)
  • 27.9k
  • 18
  • 18.9k

યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ -૧૬ ‘‘આજે પૂજામાં જરા વધારે વાર લાગી ગઈ નહીં?’’ વસુમાએ કહ્યું અને જવાબની રાહ જોયા વિના જ પોર્ચમાં ઊભેલી ગાડી તરફ ચાલવા માંડ્યું. વસુમાની પાછળ ત્રણે ભાઈઓ દોરાયા. ચારેય જણ બહાર ઊભેલી ઇન્ડિકા ટેક્સીમાં બેસીને હરકી પૌડી તરફ રવાના થયા. ગંગાના કિનારે હરકી પૌડી પર ગંગાજીનું મંદિર છે. મંદિરની બિલકુલ સામે ગંગાજીનો પ્રવાહ વાળીને ઊભો કરાયેલો આર્ટિફિશિયલ ઘાટ છે. ઘાટ ઉપર પંડાઓ-બ્રાહ્મણોની સાથે સાથે ગંગાસ્નાન કરવા, પિતૃદોષ નિવારણ અને શ્રાદ્ધ કરવા આવનારા શ્રદ્ધાળુઓની ભીડ બારેમાસ રહે છે. ગંગાના પ્રવાહમાં વર્ષમાં બે વાર પાણી ધસમસતું વહે છે. પહેલી વાર, જ્યારે મે મહિનામાં હિમાલયનો બરફ પીગળે અને