રાઈટ એંગલ - 43

(30)
  • 3.2k
  • 3
  • 1.2k

રાઈટ એંગલ પ્રકરણ–૪૩ ‘વ્હોટ?‘ ધ્યેય અવાચક બનીને કશિશ સામે જોઈ રહ્યોં, ‘હા...મારે કેસ પાછો ખેંચવો છે.‘ કશિશ એક એક અક્ષર છૂટો પાડીને બોલી, ‘કિશુ, આપણે જીતી જઇશુ...તારે ન્યાય જોતો હતો ને તે તને મળી રહ્યોં છે. તે સાથે દુનિયાભરની નામના મળી રહી છે. આવતી કાલના પેપર જોજે...ઈનફેક્ટ ન્યુઝ ચેનલ પર તો અત્યારથી આ વિશે ચર્ચા ચાલુ હશે. માત્ર ગુજરાતમાં જ નહીં દેશ આખામાં નામ બનાવવાની જીવનમાં આવી બીજી તક નહીં મળે.‘ ધ્યેયએ પળભરના આચકાં પછી એને સમજાવવાની કોશિશ કરી, ‘ધી, આઈ નો કે તારે માટે આ બહુ ઓચિંતું છે. પણ મેં કેસ કર્યો ત્યારે જ એ નક્કી કરી રાખ્યું હતું