જીવણ બા

  • 2.2k
  • 732

વાર્તા - જીવણબા જીવણબાનાં જાજ્વલ્યમાન વદનનું નુર અસ્ત પામ્યું હતું.એસીડની શીશીમાનું દ્રવ્ય મોંમાં ઢાળી,જીવનનો માર્ગ છોડી,પ્રભુને સન્મુખ થવાની તાલાવેલીમાં તે પરલોકનાં નિષ્કટંક માર્ગ પર ચાલી નીકળ્યાં હતાં. કાને પડે તો આખા ભવ લગી ગુંજ્યાં કરે એવી રોકકળ અને હૈંયાફાટ રુદન,જીવણબાનું મરણ થવાથી ગામનાં બૈરાં કરી રહ્યાં હતાં.પંથકમાં રહી ગયેલી એકની એક મરશિયા ગાનારી ને જેનાં વિલાપમાં વસતાં શબ્દો સાંભળી કોઇની પણ વાચા-જીવ હ્રદયનાં તળીયે બેસી જાય એવી શવી પંજેણની(મરશિયા ગાનાર) આંખો જીવતરનાં વર્ષો લગી ન ભાળ્યું હોય તેવું કૌતુકભર્યું દ્રશ્ય જોયું: બન્ને હાથોની મુઠ્ઠીને છાતી પર કુટી,ઠૂંઠવો ભરતી સ્ત્રીઓમાંની એકેયની આંખોની કોર સૂકી નહોંતી રહી. જીવણબા