ચૂંટણી

(14)
  • 3.2k
  • 2
  • 912

"સુવર, સાલા!,લંપટ ની ઓલાદો છે બધા. ભિખારીઓ સાલા. આ હાલી નિકળા છે, મારું ચાલે તો બધાને ગોળીઓથી ફૂંકી મારું. "જગત પાસે બેઠેલા બધા એની સામે જોઈ રહયાં. આની પાસે તો બેસવામાય સાર નથી, એમ માની ધીમે ધીમે બધા સરકવા લાગ્યા. ગાડરિયા પ્રવાહ મા તણાઈ જતા લોકો કરતા જગત બિલકુલ અલગ હતો. એ કાંઈક અલગ માટીનો ઘડાયેલો હતો. ગામના પ્રતિષ્ઠત વ્યક્તિ માટે ઉપરના ભળતા વાક્યો બોલવા કોઈ પોચા દિલના માણસનું કામ નથી. પણ જગત તો જગત હતો. એય પાછા માણિક શેઠ માટે પાછા. માણિક શેઠ એટલે ગામના અટકેલા કામનો એકમાત્ર સહારો. ધંધો ભલે ધીરધારનો પણ માણિક શેઠ કોઈને ના ન પાડે. ધંધો પણ